તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્ય સાયકલ પ્રવાસે:વરૂણદેવને રીઝવવા સોમનાથના કોંગી ઘારાસભ્‍યએ ચોરવાડથી સોમનાથ સુઘીની 35 કીમી સાયકલયાત્રા કરી મહાદેવને પ્રાર્થના કરી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરૂણદેવને રીઝવવા સાયકલયાત્રાએ નિકળેલ કોંગી ઘારાસભ્‍ય વિમલ ચુડાસમા - Divya Bhaskar
વરૂણદેવને રીઝવવા સાયકલયાત્રાએ નિકળેલ કોંગી ઘારાસભ્‍ય વિમલ ચુડાસમા
  • ચોરવાડના પ્રખ્‍યાત ઝુંડ ભવાની મંદિરથી સોમનાથ મંદિર સુઘીના પ્રવાસ દરમ્‍યાન યાત્રાનું ઠેર ઠેર આગેવાનોએ સ્‍વાગત કર્યુ

ચાલુ વર્ષે વરૂણદેવ રૂઠ્યા હોય તેમ ચોમાસુ પુરૂ થવા આવ્‍યુ હોવા છતાં ગીર સોમનાથ જીલ્‍લા સહિત સૌરાષ્‍ટ્રમાં માત્ર 30 ટકા જ થયેલ વરસાદથી દુષ્‍કાળના ડાકલા વાગી રહયા છે. ત્‍યારે વરૂણદેવને રીઝવવા આજે સોમનાથના કોંગી ઘારાસભ્‍યએ કાર્યકરો સાથે તેમના વતન ચોરવાડ ખાતે આવેલ ઝુંડ ભવાની માતાજી મંદીરથી 35 કીમી સાયકલ યાત્રા કરી જગવિખ્‍યાત સોમનાથ મંદિર પહોચી સારા વરસાદ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.

ચાલુ વર્ષે ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે પહોચી ગઇ છે. ત્‍યારે ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર 30 ટકા જ વરસાદ વરસેલ છે. જેના લીઘે ખેડૂતોએ વાવણી કરેલ મગફળી સહિતના વિવિધ પાકો પાણીના અભાવે નાશ થઈ શકે તેવી ભિતી સર્જાય છે. સાથે આગામી સીઝનમાં પણ ખેડૂતો કોઈ પાક લઇ શકશે નહીં અને ઢોર-ઢાખરને પણ નુકશાન થાય તેવી ભિતી ઉદભવી રહી છે. હાલ જીલ્‍લા સહિત સૌરાષ્‍ટ્રના મોટાભાગના ડેમોના તળીયા દેખાવા લાગ્‍યા છે. ડેમોમાં એક થી ત્રણ માસ સુઘી લોકોને પીવાનું પાણી મળી રહે તેટલો જ જથ્‍થો છે. ત્‍યારે જો ચાલુ વર્ષમાં ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતો, લોકો અને અબોલ પશુ-પ્રાણીઓ સહિત તમામએ પાણી માટે વલખા મારવા પડશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે.

જેથી વરૂણદેવને રીઝવવા માટે સોમનાથના કોંગી ઘારાસભ્‍ય વિમલ ચુડાસમાએ આજે નજીક આવેલ તેમના વતન ચોરવાડ શહેરના પ્રખ્‍યાત ઝુંડ ભવાની મંદિરેથી માતાજીના આશીર્વાદ લઇ સાયકલયાત્રાએ સોમનાથ મંદિરએ આવવા નિકળેલ હતા. ઘારાસભ્‍ય સાથે મોટી સંખ્‍યામાં કાર્યકરો પણ સાયકલ લઇ સાથે જોડાયા હતા. કોંગી ઘારાસભ્‍ય અને કાર્યકરો 35 કીમીનો સાયકલ પ્રવાસ કરી સોમનાથ મંદિરએ પહોચેલ હતા. જયાં ઘારાસભ્‍ય સહિતનાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ પૂજા-અર્ચના કરી સારો વરસાદ વરસાવી માનવજાત અને પશુ-પ્રાણીઓને દુષ્‍કાળથી બચાવવા પ્રાર્થના કરી હતી.

ચોરવાડથી નિકળેલ ઘારાસભ્‍યની સાયકલયાત્રાનું રસ્‍તામાં કિંદરવા, સુપાસી, ચાંડુવાવ, બાયપાસ ચોકડી, ટાવર ચોક, કોળીવાડા, ભાલકા, ભીડીયા સહિત ઠેર ઠેર કોંગી અને સામાજીક આગેવાનો દ્રારા સ્વાગત કરવામાં આવેલ હતું, યાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, શહેર પ્રમુખ દેવેન્દ્ર મોતીવરસ, અશ્વિન સુયાણી, લલીત ફોંફડી, હિરેન બામરોટીયા સહિત મોટીસંખ્‍યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...