આંતરિક અસંતોષ:જૂનાગઢના કૉંગ્રેસના ધારાસભ્યને ટિકિટ ન આપવાની માગ, અનુસૂચિત જાતિના આગેવાને શક્તિસિંહ ગોહિલ સમક્ષ રજૂઆત કરી

જુનાગઢએક મહિનો પહેલા
  • શક્તિસિંહ ગોહિલે કહ્યું- કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે

જુનાગઢ શહેરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું આગમન થયું હતું ત્યારે શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કાળવાચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી હાર ટોળા કરી પરિવર્તન યાત્રાનું અનુસૂચિત સમાજ તેમજ અલગ અલગ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અનુસૂચિત સમાજ શક્તિસિંહ ગોહિલને પોતાની ચાલુ ધારાસભ્ય પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરતા ધારાસભ્ય ભીખાભાઈ જોશી નો વિરોધ કર્યો હતો.

ચૂંટણીના પડઘમો વાગી ગયા છે ત્યારે જુનાગઢ વિધાનસભા ના કોંગ્રેસના દાવેદારનું નામ જાહેર થાય તે પહેલા જ અનુસૂચિત સમાજમાં રોષની જ્વાળા ફેલાય છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ભીખાભાઈ જોશીનો વિરોધ ઉગ્ર જોવા મળી રહ્યો છે. અનુસૂચિત સમાજના જિલ્લા પ્રમુખ રાજુ સોલંકીએ અનુસુચિત સમાજ સાથે થતા અન્યાય અને આ સભ્ય દ્વારા શહેરમાં કોઈપણ કામો ન કરાતા નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કૉંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે. ધારાસભ્યએ વિવિધ સમાજને અલગ પાડવાનું કામ કર્યું છે.

શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે સેન્સ પ્રક્રિયા પણ બધા કાર્યકર્તાઓને વિશ્વાસમાં રાખી અને કરવામાં આવતી હોય છે. કાર્યકર્તાઓના અભિપ્રાયો એક કરતાં વધારે હોય છે ઘણીવાર આવું બનતું હોય છે. પરંતુ કોઈને પણ નારાજગી થઈ હોય તો તેમની સાથે બેસી તેમને ઉકેલવાનો પૂરો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવે છે

તો બીજી તરફ માણાવદર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ અપાતા વંથલી પંથકના અનુસૂચિત જાતિ ,લઘુમતી મોરચો અને બીજા ઘણા કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવી રાજીનામા આપ્યા છે. ત્યારે જૂનાગઢના ચાલુ ધારાસભ્યને ફરી ટિકિટ અપાશે તો મતદાન બહિષ્કારની ચિમકી જુનાગઢ અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...