તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:પડી ગયેલા વૃક્ષની 10 ફૂટ પછીની ડાળી કાપી 4 ફૂટનાં ખાડામાં ઉભા કરવા; કૃિષ વૈજ્ઞાનિકો

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવાઝોડા પછી બાગાયતી વૃક્ષોને પુન : જીવિત કરવા માર્ગદર્શન અપાયું
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ 219 ગામનાં 1870 ખેડૂતોને મળ્યાં

તાઉતે વાવાઝોડા તથા વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં આંબા, નાળીયેરી, કેળ, ચીકુ, પપૈયા જેવા બગીચાઓમાં ઝાડ મુળ સહિત ઉખડી ગયા અને ઢળી પડ્યા છે. આંબા, ચીકુના ઝાડ ફરીથી કેવી રીતે પુનઃજીવિત કરી શકાય તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જિલ્લાના 219 ગામમાં કૃષિ વૈજ્ઞાનિકોની ટીમોને મોકલીને 1870 જેટલા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ નોડલ વૈજ્ઞાનિક નેતૃત્વમાં 6 ટીમોમાં વર્ગ-1 તથા 2 કક્ષાના કુલ 19 કૃષિ વૈજ્ઞાનિકો નિયુક્ત કરવામાં આવ્યા હતાં. આ ટીમો વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર વિસાવદર, માંગરોળ, વંથલી, માળીયા, મેંદરડા, ભેંસાણ, જૂનાગઢ અને કેશોદ તાલુકાઓમાં જુદા જુદા અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના ખેતરો પર મુલાકાત કરી હતી.

કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ઉખડી ગયેલા ઝાડ બેઠા કરવા, લાકડાનો ટેકો આપીને ઉભા કરવા, ઝાડ પડેલુ હોય તેના મુળથી 10 ફુટ પછીની ડાળીઓ કરવત અથવા કટરથી કાપીને પછી મુળ સાઇડ 3 થી 4 ખાડો કરી ટ્રેક્ટરથી ઝાડને ઉભુ કરી ટેકો આપી મુળમાં માટી તથા છાણીયું ખાતર નાખી અને કાપેલ ડાળીઓમાં બોર્ડોપેસ્ટ લગાડી ઝાડને કોપર ઓક્ઝીકલોરાઇડ દ્રાવણ મુળમાં ડ્રેચીંગ કરવાથી ઝાડ બચાવી શકાય તેમ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...