હવે 3 દિવસ વરસાદ વરસશે:સોરઠ પંથકમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝાપટાં

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વરસાદે જ નદી-નાળા છલકાતા પાણીના તળ ઉંચા આવ્યા, આજે દક્ષિણ ગુજરાતમાં હવાનું હળવું દબાણ સર્જાશે

સોરઠ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અને થોડા દિવસ પહેલા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી નદી- નાળા, તળાવો છલકાયા હતા. ખેડૂતોમાં રાહત પ્રસરી હતી. આ ઉપરાંત પ્રથમ વરસાદે જ પાણીના તળ પણ ઉંચા આવ્યા છે. જો કે ઘેડ પંથકમાં પાળાઓ ધોવાઈ જતા ખેતરોમાં નુકસાન પહોંચ્યું છે.

હવે આગામી દિવસોમાં વરસાદની વાત કરીએ તો જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આગામી 3 દિવસમાં હળવાથી મધ્યમ કે કોઈ જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આ ઉપરાંત સોમવારે દક્ષિણ ગુજરાતમાં હવાનું હળવુ એક દબાણ બનવાની શક્યતાઓ છે. જે બન્યા બાદ આગળના દિવસોના વરસાદનો વરતારો જાણી શકાશે. જ્યારે વિવિધ જગ્યાએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડ્યા હતા.

ગીરગઢડા પંથકમાં અડધો ઈંચ પડ્યો
ઊના-ગીરગઢડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે દિવસ દરમિયાન અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઊનામાં બપોર બાદ છાટાં પડ્યા હતા. અને દિવસ દરમિયાન ભારે પવન સાથે ઝાપટાં વરસ્યા હતા. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...