• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Three Persons Who Came From Ahmedabad To Sell Junagadh MD Drugs Were Arrested, Based On Information They Were Nabbed From Sabalpur Chowkjadi

ડ્રગ્સની હેરાફેરી:અમદાવાદથી જૂનાગઢ MD ડ્રગ્સ વેચવા આવેલા ત્રણ શખ્સો ઝડપાયા, બાતમીના આધારે સાબલપુર ચોકડી પાસેથી દબોચ્યા

જુનાગઢએક મહિનો પહેલા
  • 8.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે 1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

જૂનાગઢ એસઓજીએ સાબલપુર ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. અમદાવાદથી જૂનાગઢ ડ્રગ્સ વેચવા આવેલા શખ્સો સાબલપુર ચોકડી નજીક હતા ત્યારે જ જૂનાગઢ એસઓજીએ ત્રણેયને દબોચ્યા હતા.

એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ પીઆઈ એ.એમ.ગોહિલ તથા પીએસઆઈ જે.એમ.વાળા,પો.સ્ટાફ એસ.ઓ.જીના પો.કોન્સ . શૈલેન્દ્રસિંહ સિસોદીયાને બાતમી મળી કે “ ત્રણ ઈસમો ડ્રગ્સના જથ્થા સાથે સાબલપુર ચોકડથી આગળ દોલતપરા જવાના રસ્તે પુલથી આગળ ગ્રાહકોની શોધમાં ઉભેલ છે ” જેથી એ જગ્યાએ વર્ણનવાળા ત્રણેય ઇસમો ઉભેલ જોવામાં આવતા જે ત્રણેય ઇસમોને એસ.ઓ.જી. ટીમ દ્વારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા આ ત્રણ ઇસમો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૮.૫૯ ગ્રામ જેની કિ.રૂ .૮૫,૯૦૦ / - તથા મોબાઇલ નંગ -૩ કિ.રૂ. ૧૫,૦૦૦ / - તથા રોકડ રૂ .૭૦૦ / - મળી કુલ કિ.રૂ .૧,૦૧,૬૦૦ / નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો .

આરોપીઓના નામ

( ૧ ) અયુબ હારૂનભાઇ પીડપીડ ધાંચી ઉ.વ .૩૮ રહે.માંગરોળ , ઇન્દીરાનગર જી.જૂનાગઢ

( ૨ ) યુનુસ હુસેન ચોરવાડા ઘાંચી ઉ.વ .૨૯ રહે.સેમરવાવ , તા.તાલાળા , જી.ગીરસોમનાથ

( ૩ ) સલીમ હુશેનભાઇ ભાદરકા ઘાંચી ઉ.વ .૩૨ રહે.સેમરવાવા , તા.તાલાળા જી.ગીરસોમનાથ *

આ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઈ એ.એમ.ગોહિલ પીએસઆઈ જે.એમ.વાળા તથા એ.એસ.આઇ પી.એમ.ભારાઇ , એમ.વી.કુવાડીયા , સામતભાઇ બારીયા , તથા પો.હેડકોન્સ . અનિરૂધ્ધસિંહ વાંક , મજીદખાન પઠાણ , રવિકુમાર ખેર , પરેશભાઇ ચાવડા , ભરતસિંહ સિંધવ , જયેશભાઇ બકોત્રા તથા પો.કોન્સ , શૈલેન્દ્રસિંહ સિસોદીયા , રોહિતભાઈ બારડ , માનસિંહ પરમાર , મયુર ઓડેદરા , વિશાલભાઇ ડાંગર વીગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

અન્ય સમાચારો પણ છે...