વનવિભાગની કાર્યવાહી:વિસાવદરના વેકરિયા નજીક સાત માસ પૂર્વે પુરમાં તણાઈ આવેલી સિંહણના નખ અને કાળિયારનું માંસ કાઢી જનારા ત્રણ શખ્સો ઝડપાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ આરોપીઓ - Divya Bhaskar
પકડાયેલ આરોપીઓ
  • સાત મહિના અગાઉ તાઉતે વાવાઝોડા સમયે બનેલ ઘટનાની તપાસ દરમ્યાન શંકામાં આવતા પૂછપરછમાં ત્રણેય શખ્સોએ ગુનો કબુલેલ
  • ​​​​​​​ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રીમાન્ડ પર સોપાયા

સોરઠમાં ચાલુ વર્ષે આવેલ તાઉતે વાવાઝોડામાં ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસેલા હોવાથી અનેક નદી નાળાઓમાં પુર આવેલ હતા. એ સમયે પુરમાં વિસાવદર તાલુકાના વેકરીયા ગામ પાસે આવેલ ડેમમાં એક સિંહણ અને એક કાળીયારનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં સિંહણના મૃતદેહમાંથી પંજા અને નખ ન હતા જ્યારે કાળિયારના શરીરમાંથી માંસ કાઢી લેવામાં આવ્યુ હતુ. આ ઘટનામાં સંડોવાયેલા વેકરીયા ગામના ત્રણ શખ્સોની સાત મહિના બાદ વન વિભાગે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ પર સોપાયા છે.

જયાંથી મૃતદેહો મળેલ તે નાની સિંચાઈ યોજના
જયાંથી મૃતદેહો મળેલ તે નાની સિંચાઈ યોજના

ચાલુ વર્ષે આવેલ તાઉતે વાવાઝોડાના સમયે તા.20 મેના રોજ વિસાવદરના વેકરીયા ગામ નજીક આવેલ નાની સિંચાઈ યોજનાના કાંઠે માદા સિંહણનો મૃતદેહ પડયો હોવાની માહિતી મળતા વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહણના મૃતદેહથી થોડે દુર કાળીયારનો મૃતદેહ મળી આવેલ હતો. જેમાં સિંહણના મૃતદેહમાંથી આગળના પંજા અને પાછળનો જમણો પંજો કપાયેલો જોવા મળેલ હતા. જેમાં આગળના જમણા પગનો એક અને પાછળના ડાબા પગના ચાર એમ કુલ પાંચ નખ જોવા મળેલ અને બાકીના 13 નખ ગુમ જણાયા હતા. જ્યારે કાળિયારના પેટના ભાગેથી માંસ કાઢેલા હોવાનું જોવા મળેલ હોવાથી મૃતદેહનું પીએમ પેનલ કરવામાં આવ્યુ હતુ. આ મામલે તા.20 મે ના રોજ વન વિભાગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ મામલે ડીસીસેફ ધીરજ મિતલએ જણાવેલ કે, સાતેક માસની તપાસ બાદ આ ઘટનામાં સંડોવણીના વિભાગને પુરાવાઓ મળ્યા હતા. જેથી ગત 6 ડિસેમ્બરના રોજ બચુ બધાભાઈ પરમાર (ઉ.વ.67), કાનજી ઉંગા પરમાર (ઉ.વ.33), બધા ઘુસા રાઠોડ (ઉ.વ.58) ને વન વિભાગે સમન્સ મોકલી બોલાવ્યા હતા. જેમાં તા.12 ના રોજ ત્રણેય નિવેદનો લેતા તેઓએ ગુના વિશે કબુલાત આપતા ત્રણેય શખસોની ધરપકડ કરી વિસાવદર કોર્ટમાં રોજ રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...