• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Three Persons, Including A Sarpanch, Beat Up An ST Driver Near Junagadh For Asking Why The Bus Hit Him On The Head, A Police Complaint Was Registered.

ફરજમાં રૂકાવટ:જૂનાગઢ નજીક એસટી ડ્રાઇવરને મારી માથે કેમ બસ નાંખી હતી તેમ કહી સરપંચ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢના નવાગામ નજીક એસટી બસના ડ્રાઇવરને સરપંચ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો. સરપંચ સહિતના શખ્સોએ "મારી માથે બસ કેમ નાખી હતી" તેમ કહી ડ્રાઈવર સાથે મારમારી કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ૨વજી નાથાભાઈ પ૨મારે ગઇકાલે બુધવારે બીલખા તાબાના નવાગામ નજીક બસમાંથી મુસાફરોને ઉતારતા હતા.

આ દરમિયાન બીલખા તાબાના નવાગામના સરપંચ ગીરીરાજ ડાંગર અને ત્રણ અજાણ્યા શખ્સોએ આવી રવજીભાઈને બસમાંથી નીચે ઉતારી ગઈકાલે "મારી માથે બસ કેમ નાખી હતી" તેમ કહી જ્ઞાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા. તેમજ લાકડી અને પાઇપ વડે મારમારી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે એસટી ડ્રાઇવર રવજી પરમારે ફરિયાદ નોંધાવી હતી. જેથી બીલખા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...