તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:જૂનાગઢ હોસ્ટેલમાં છોકરીઓ સાથે આંટાફેરા કરતા અટકાવતા સિવિલના તબીબના ક્વાર્ટરમાં ઘૂસીને ત્રણ શખસોએ ધમકી આપી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ - Divya Bhaskar
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ
  • છેલ્લા ત્રણેક દિવસથી બ્લેક કારમાં અવર-જવર કરતા હોવાથી અટકાવેલ હતા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ પાસે બ્લેક કારમાં છોકરીઓ સાથે અવર-જવર કરતા બે-ત્રણ શખ્સોને સિવિલના એક ડોકટરે અટકાવતા રાત્રે ડોક્ટરના ક્વાર્ટરમાં આવીને ત્રણ શખ્સોએ ગાળો આપીને મારી નાખવાની ધમકી દીધાની તબીબે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફ્સિર તરીકે ફરજ બજાવતા ડો.પાર્થસિંહ અભયસિંહ રાઠોડે એ ડીવીઝનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાંજે બે-ત્રણ શખ્સો બ્લેક કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે.6.એફ.સી. 1583 માં છોકરીઓ સાથે હોસ્ટેલ આસપાસ આંટાફેરા મારતા જોવા મળતા હતા.

ગતસાંજે તેમની કાર રોકવીને પૂછપરછ કરતા તેઓ નાસી ગયા હતા. ત્યાર બાદ રાતે દસેક વાગ્યા આસપાસ રાહુલ ખીમજી ઘુમડીયા, રાજુ જયસુખ ઘુમડીયા, અને સમીર આરબ નામના ત્રણ શખ્સો સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં ઘુસી આવ્યા હતા અને તબીબના બી-2 ક્વાર્ટરમાં આવીને તેમને તું કેમ અમારી પૂછતાછ કરતો હતો, હવે પછી કાર રોકીશ તો મારી નાખીશું, અમારી કારમાં નુકશાન થયેલ છે, તારે પૈસા આપવા પડશે તેવી ધમકી આપીને બાઈકમાં નાસી ગયા હતા. જેથી ઉપરોક્ત વિગતો સાથે તબીબએ ત્રણેય શખસો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...