તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ, પાંચ આરોપી જેલ હવાલે

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • પાન, મસાલાની એજન્સીમાં 9.70 લાખની ચોરી કરી હતી

સરગવાડા પાટીયા પાસેની પાન, મસાલા, તમાકુની એજન્સીમાંથી 9,70,000ના મુદ્દામાલની ચોરીમાં ઝડપાયેલા પાંચેય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરગવાડાના પાટીયા પાસેની સાગર સેલ્સ એજન્સીમાંથી 5 શખ્સોએ ચોરી કરી હતી. ગુગલ મેપમાં સર્ચ કરી કરાયેલી આ ચોરીમાં આરોપીએ પાન,મસાલા, સિગારેટ, રોકડ મળી કુલ 9,70,000ના મુુદ્દામાલની ચોરી કરી હતી.

દરમિયાન આ હાઇટેક ચોરીમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઇ હતી. દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એેસ. એન. સગારકા, એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે પાંચેય આરોપીને બરોડાથી ઝડપી લીધા હતા. બાદમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો