તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જૂનાગઢમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 45,000ની ચોરીમાંથી 15,000 પરત મળ્યા, બાકીના વાપરી નાંખ્યા

જૂનાગઢના બ્લોચવાડા વિસ્તારના રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર 3 શખ્સોને એલસીબીએ ઝડપી લીધા છે. ચોરીના ગુનાને ડિટેક્ટ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, શહેરના બ્લોચવાડા છપ્પર ફળીયામાં રહેતા હુઝેફાભાઇ મોહમ્મદભાઇ મુન્શીના ઘરમાં ચોરી કરનાર ત્રણ શખ્સો લંઘાવાડા વિસ્તારમાં છે.

બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ આર. કે. ગોહિલ, ડી.જી. બડવા અને સ્ટાફે ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીમાં સોહિલ જમાલ શેખ, નાદીર અબ્દુલા શેખ અને ઇજામ રફિકભાઇ હાલાણીનો સમાવેશ થાય છે. તપાસમાં કબુલ્યું હતું કે, ત્રણેય મિત્રો હોય અને હાલ કામ ધંધો ન હોય મોજશોખ માટે ચોરી કરી હતી. ચોરીના 45,000 સરખે ભાગે વેંચી લીધા હતા. દરમિયાન અંગ ઝડતીમાં 15,000 મળી આવ્યા હતા જ્યારે બાકીના પૈસા મોજશોખમાં વાપરી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...