તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:પૂર્વ મેયરના પુત્રની હત્યામાં ફરિયાદ પાછી ખેંચવા ધમકી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ પાછી ખેંચી લે બાકી પતાવી દેશું...
  • મૃતકના ભાઇને કોર્ટ પરિસરમાં જ ધમકી આપી

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના બનાવમાં મૃતકના ભાઇને ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશની હત્યાના બનાવમાં તેનો નાનો ભાઇ રાવણ ગત તા. 27 ઓગષ્ટે સવારે 11:30 વાગ્યે કોર્ટમાં વકીલને મળવા ગયો હતો.

ત્યારે ભરત બગડા ઉર્ફે પુરાના અને તેની પત્નીએ તેને એવી ધમકી આપી હતી કે, તારા ભાઇની હત્યાની ફરિયાદ પાછી ખેંચી લેજે. નહીંતર તારા ભાઇની જેમ તને પણ મારી નાખીશું. અમે સુરેશ સોમા સોલંકી ઉર્ફે દુલાભાઇના માણસો છીએ. આથી રાવણ લાખાભાઇ પરમારે બંને સામે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે નોંધનીય છેકે, આ મામલે જૂનાગઢના રાજકીય વર્તુુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે.

અન્ય સમાચારો પણ છે...