જૂનાગઢનાં ઝાઝરડા રોડ પર રહેતા વૃદ્ધ અને સાથે રહેલ એક વ્યકિતને પતિ અને પત્નિએ ગાળો ભાંડી, લાકડીથી માર મારી બહાર નિકળશો તો સળગાવી દઈશુંની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં ઝાઝરડા રોડ પર રહેતા ઉકાભાઈ નારણભાઈ નંદાણીયાએ બી-ડિવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અરજણ ભીમા ગરેજા અને મલીબેન અરજણભાઈ ગજેરાએ ઉકાભાઈને ગાળો ભાંડી હતી.
તેમજ ઉકાભાઈ અને તેની સાથે રહેલા એક વ્યકિતને લાકડી વડે માર મારી ઘરની બહાર નીકળશો તો તમને સળગાવી નાંખશુ એવી ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.