તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અર્ધનગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ લાખ માંગ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા પોલીસ સ્ટેશનમાં રેલ્વેના ગેઇટ કિપરે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ગણતરીની કલાકોમાં શખ્સોને ઝડપી લીધા હતા. જો કે મહિલાની શોધખોળ ચાલી રહી છે. - Divya Bhaskar
તાલુકા પોલીસ સ્ટેશનમાં રેલ્વેના ગેઇટ કિપરે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ગણતરીની કલાકોમાં શખ્સોને ઝડપી લીધા હતા. જો કે મહિલાની શોધખોળ ચાલી રહી છે.
  • ધોરાજી રેલ્વે ફાટકના ગેઇટકિપરની 4 સામે ફરિયાદ
  • પોલીસે 3ને ઝડપી લીધા, મહિલા આરોપી ફરાર
  • છરીની અણીએ મહિલા સાથે વીડિયો બનાવ્યો

ધોરાજી રેલ્વે ફાટકના ગેઇટ કિપરનો છરીની અણીએ અર્ધનગ્ન વિડીયો ઉતારી તે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી5 લાખ મંગાયા બાદ સમાધાન કરી 3 લાખ મંગાયા હતા. આ મામલે મહિલા સહિત 4 સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.દરમિયાન પોલીસે કાઉન્ટર ટ્રેપ કરી 3ને ઝડપી લીધા છે. જ્યારે મહિલા આરોપી ફરાર થઇ ગઇ છે આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુકેશભાઇ માધાભાઇ રાઠોડે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતે રેલ્વેમાં ધોરાજી રોડ રેલ્વે ફાટક પર ગેઇટ કિપર તરીકે ફરજ બજાવે છે.

દરમિયાન 25 જૂનની રાત્રીના 8 વાગ્યે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને શબનમ ઉર્ફે સબુ મારી ફરજના સ્થળ પર આવ્યા હતા. દરમિયાન આરોપીએ છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે મહિલા આરોપીએ 500 રૂપિયાની લુંટ કરવા ઉપરાંત મને અર્ધનગ્ન થવા ફરજ પાડી હતી. બાદમાં પોતે પણ અર્ધનગ્ન થઇ વિડીયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય આરોપીએ વિડીયો વાઇરલ નહિ કરવા 5,00,000ની માંગણી કરી હતી.

બાદમાં અન્ય એક આરોપી આર્યન યુનીસભાઇ ઠેબાએ આવી અગાઉના પ્લાનીંગ મુજબ મધસ્થી બનવાનું કહી રૂપિયા 3,00,000ની માંગણી કરી હતી. ફરિયાદ બાદ પોલીસે કાઉન્ટર ટ્રેપ ગોઠવી રૂપિયા 3,00,000 લેવા આરોપીને બોલાવ્યા હતા. દરમિયાન રૂપિયા લેવા આવેલા સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસ ઠેબાને ઝડપી પાડ્યા છે. જ્યારે મહિલા આરોપી શબનમ ઘર છોડી નાસી ગયેલ હોય તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મોટર સાઇકલ અને 3 મોબાઇલ જે ગુનામાં વપરાયેલા હોય તેને કબ્જે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...