જૈનાચાર્ય:કરિયર બનાવવા જતાં કેરેકટર ગુમાવનારા સર્વસ્વ ગુમાવી રહ્યા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો મર્યાદા રેખાની બહાર જાય ત્યારે માત્ર યુવાપેઢીનું જ નહી પણ સમગ્ર રાષ્ટ્રનું નિકંદન નીકળી જાય છે

રિલીજીયન રિપોર્ટર | જૂનાગઢ ગીરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં 99 યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, જીવનમાં અગવડો, કષ્ટો, કે તકલીફો આવે અને પ્રભુને ફરિયાદ કરવાનું તમને મન થાય કે, હે પ્રભુ ! આ તકલીફો માટે મને જ કેમ પસંદ કર્યો ? ત્યારે પ્રભુનો આ અદ્રશ્ય જવાબ સાંભળી લેજો કે, તને હું મારા જેવો બનાવી દેવા માગું છું માટે મેં તકલીફો માટે તારા પર પસંદગી ઉતારી છે. જીવનની ચાદર ઉપર ડાઘ લગાડ્યા હોય તો તમે તમારૂ સમગ્ર જીવન ગુમાવી બેઠા છો. કરિયર બનાવવા જતા કેરેકટર ગુમાવનારા સર્વસ્વ ગુમાવી રહ્યા છે. યુવાધન અત્યારે યૌવનના ઉંબરે પગ મૂકતાં જ જીવન હારી રહ્યા છે. યોગ્યતા અને અધિકાર વિના ભૌતિકવાદ, ભોગવાદ અને જમાનાવાદના જડબામાં યુવાપેઢી ચવાઈ રહ્યી છે. રાષ્ટ્રની ધુરા જેના ખભા ઉપર આવવાની છે તે યુવાનો મર્યાદા રેખાની બહાર જાય ત્યારે માત્ર યુવાપેઢીનું જ નહી પણ સમગ્ર રાષ્ટ્રનું નિકંદન નીકળી રહ્યું છે. યુવાશક્તિ એ આકાશમાંથી પડતી વીજળી જેવી છે જો એને તાંબાના તારમાં સંગ્રહિત કરવામાં આવે તો ધરતીમાં સંગ્રહિત થાય છે. આ જ રીતે યુવાશક્તિનો રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મ કાજે ઉપયોગ થાય તો સર્વ ક્ષેત્રે અભ્યુદય થાય છે.

અન્ય સમાચારો પણ છે...