• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Those Who Have Taken Both Doses Of Corona Vaccine Will Be Given A Free Rope way Trip To Junagadh, Ambaji And Pavagadh On October 24.

રોપ-વેની નિ:શુલ્‍ક સફર:કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જૂનાગઢ, અંબાજી અને પાવાગઢ ખાતે 24 ઓક્ટોબરે મફતમાં રોપ-વેની સફર કરાવાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ 100 પ્રવાસીઓને મફતમાં રોપ-વેની સફર કરાવાશે
  • રોપ-વે સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ નિર્ણય જાહેર કર્યો

દેશવાસીઓને 100 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપી ઐતિહાસિક કામગીરી કરી ઇતિહાસ રચવાની સર્વત્ર ઉજવણી થનાર છે. જેમાં ગુજરાતમાં જૂનાગઢના ગીરનાર પર્વત, અંબાજી અને પાવાગઢ ખાતે રોપ-વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ તેવા તા.24ને રવિવારે ત્રણેય સ્‍થળોએ મુલાકાતે આવનારને વેક્સિનના બંને ડોઝ લીધેલા હોય તેવા પ્રથમ 100 પ્રવાસીઓને મફતમાં રોપ-વે ની સફર કરાવવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યુ છે.

કોરોનાથી બચવા માટે અશ્વમેઘ ગણાતા એવા વેક્સિન વધુમાં વધુ લોકો લઇ તે માટે કેન્‍દ્ર અને રાજ્ય સરકાર સતત સક્રીય રહી વેક્સિનેશનની અવિરત કામગીરી કરાવી રહી છે. ત્‍યારે સવાસો કરોડની વસતિ ધરાવતા ભારત દેશમાં સરકારોના અથાગ પ્રયાસો અને આરોગ્‍ય વિભાગની અવિરત કામગીરીના લીધે દેશવાસીઓને 100 કરોડ વેક્સિનના ડોઝ આપી દેવાની ઐતિહાસિક કામગીરી કરી સમગ્ર દુનિયામાં ભારત ઇતિહાસ રચવાનું છે. ત્‍યારે આ કામગીરીને વધાવવા તથા આરોગ્‍ય કર્મચારીઓની કામગીરીને બિરદાવવા સૌ કોઇ દેશવાસીઓ, સંસ્‍થાઓ આા ઐતિહાસિક ક્ષણના વઘામણા કરવા આયોજન કરી રહ્યા છે.

ગુજરાતમાં જૂનાગઢ-ગીરનાર, અંબાજી અને પાવગઢ જેવા ત્રણ પ્રખ્‍યાત સ્‍થળોએ રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ પણ ભારતએ રચેલ ઐતિહાસીક ક્ષણની ઉજવણી કરવાનું નકકી કરી નિર્ણય જાહેર કર્યો છે. જે અંગે કંપનીના અઘિકારી દિપક કપલીશએ જણાવેલું કે, સમગ્ર દેશમાં ઐતિહાસિક ક્ષણના વધામણા કરવા માટે રાજ્યમાં અમારી કંપની રોપ-વેનું સંચાલન કરતા જૂનાગઢ, અંબાજી અને પાવાગઢ ત્રણેય સ્‍થળોએ તા.24ને રવિવારે વેક્સિનના બંન્‍ને ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 પ્રવાસીઓને મફત (નિુ:શુલ્‍ક)માં રોપ-વે ની સફર કરાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેન્‍દ્ર-રાજ્ય સરકારોની કામગીરી તથા આરોગ્‍ય વિભાગના સ્‍ટાફની કામગીરીને પ્રોત્‍સાહન કરવાના ભાગરૂપે લેવાયો છે. આ નિ:શુલ્‍ક રોપ-વે સફરનો લ્‍હાવો લેનાર પ્રવાસીઓએ વેક્સિનના બંન્‍ને ડોઝ લીધાના સર્ટીફીકેટની કોપી સાથે રાખવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...