સેવાયજ્ઞ:નિરાધાર મહિલા, શિશુમંગલની દિકરીઓ સહિત 13ને ફ્રિમાં સિલાઇ મશીન અપાયા

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ, ઇનરવ્હિલ ક્લબનો સેવાયજ્ઞ

જૂનાગઢમાં નિરાધાર મહિલા, શિશુમંગલની દિકરીઓ સહિત 13ને સિલાઇ મશીન અર્પણ કરાયા હતા. આ અંગે સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથીએ રેડક્રોસ ખાતે આ સેવાયજ્ઞ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને ઇનરવ્હિલ ક્લબ દ્વારા કરાયો હતો.

આ તકે કોરોનામાં નિરાધાર બનેલ 8 બહેનો, 2 અન્ય મહિલાઓ તેમજ શિશુમંગલની 3 દિકરીઓ મળી કુલ 13ને સિલાઇ મશીન વિતરણ કરાયા હતા. જ્યારે ઓપન ફરાળી વાનગી સ્પર્ધામાં 40 બહેનોએ ભાગ લીધો હતો જેમાંથી વિજેતા 5ને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, મનોજભાઇ જોષી, ડીએમસી જે.એન. લીખીયા,રિલાયન્સના હરેશભાઇ ગજેરા, મીનાબેન ગોહેલ,પુર્વીબેન ઠાકર, દિપ્તિબેન અમરોલિયા, રશ્મીબેન વિઠ્ઠલાણી સહિતનાની ઉપસ્થિતી રહી હતી.