તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો બેફામ:કાતીલ ઠંડીનો લાભ લઇ વેરાવળની મુખ્‍ય બજારમાં પોલીસ ચોકી સામેની જ બે દુકાનોને તસ્‍કરોએ નિશાન બનાવી

વેરાવળ2 મહિનો પહેલા
 • તસ્‍કરોએ એક દુકાનના લાકડાના દરવાજામાં બાકોરૂ પાડ્યું, બીજી દુકાનમાં શટર ઉંચા કરી ચોરી કરી
 • ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે બે શંકમદોને રાઉન્‍ડ અપ કરી પુછપરછ હાથ ધરી

વેરાવળમાં કાતીલ ઠંડી વચ્‍ચે મુખ્‍ય બજારમાં પોલીસ ચોકીની સામે જ બે દુકાનોને તસ્‍કરોએ નિશાન બનાવી છે. તસ્કરોએ પોલીસ ચોકીની સામે જ ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેકયો છે. જો કે, પોલીસને ઘટનાની જાણ થતા તાબડતોડ બે શંકમદોને રાઉન્‍ડ અપ કરી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા પુછપરછ હાથ ધરી છે.

છેલ્‍લા થોડા દિવસોથી જિલ્લા મથક વેરાવળ-સોમનાથમાં કાતિલ ઠંડી પડી રહી હોવાથી રાત્રીથી લઇ સવાર સુઘી કર્ફયુ જેવો માહોલ સર્વત્ર જોવા મળે છે. જો કે, આ મોકાનો ફાયદો લેવા તસ્‍કરો સક્રીય બની નાની છૂટક ચોરીની ઘટનાઓને અંજામ આપવા સક્રીય બન્‍યા હોવાનું પોલીસ તંત્રના ધ્યાને આવતા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

ગઇ રાત્રે શહેરના એમ જી રોડ પર ગાંઘીચોક પોલીસ ચોકીની સામે જ ચૌધરીમલ ઉતમચંદ કાપડની તથા બીજી ગુજરાત ગેસ સ્‍ટવ નામની દુકાનને તસ્‍કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્‍યો છે. જેમાં કાપડની દુકાનના લાકડાના દરવાજામાં બાકોરૂ પાડી અંદર પ્રવેશી તસ્‍કરોએ પૈસાના ખાના સહિત ચીજ વસ્‍તુઓ વેરવિખેર કરેલ હોવાનું જોવા મળતુ હતુ. જયારે ગેસ સ્‍ટવ દુકાનનું શટર ઉંચકાવી ચોરી કરેલ હોવાનું જણાય રહ્યું હતું.

આ ચોરીની ઘટના અંગે બંન્‍ને દુકાનોના વેપારીઓએ પોલીસને જાણ કરતા સ્‍ટાફ દોડી આવી માહિતી મેળવી જીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસ મુજબ બંન્‍ને દુકાનોમાંથી પરચુરણ રકમ અને ચીજવસ્‍તુઓની ચોરી થઇ હોવાનું જણાઇ રહેલ હોય કાર્યવાહી પુર્ણ થયા બાદ ચોરીનો સાચો આંક બહાર આવશે. આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા બે શંકમદોને રાઉન્‍ડ અપ કરી પુછપરછ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો