સ્નેહ મિલન:ડિસેમ્બરમાં 10,000 યોગીઓની ત્રણ દિવસની યોગ શિબીર થશે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઉન હોલમાં રાજ્ય યોગ બોર્ડનું સ્નેહ મિલન યોજાયું
  • ​​​​​​​કૃષિ યુનિ.માં કાર્યક્રમ, લોકોને જોડાવા ઘરે ઘરે સંપર્ક અભિયાન

શહેરના ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું સ્નેહ મિલન યોજાયું હતું. આ તકે આગામી ડિસેમ્બરમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ દીવસીય યોગ શિબીર કરવાનું અને તેમાં 10,000 યોગીઓને જોડવાનું નક્કી કરાયું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જૂનાગઢનો રેકોર્ડ થાય તે માટે પ્રયાસો હાથ ધરાશે.

આ અંગે યોગાચાર્ય પ્રતાપભાઇ થાનકીએ જણાવ્યું હતું કે, ટાઉન હોલમાં યોજાયેલ સ્નેહ મિલનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી, મેયર ધીરૂભાઇ ગોહેલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદી, યુનિવર્સિટીના કુલપતિ નરેન્દ્રકુમાર ગોટીયા,બિલ્ડર વિનુભાઇ અમિપરા, નોબલ સ્કૂલના પ્રિન્સીપાલ કે.ડી. પંડયા સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી. દરમિયાન યોગ ઘર ઘર સુધી પહોંચે તે માટે કૃષિ યુનિવર્સિટીમાં 17, 18 અને 19 ડિસેમ્બરે યોગ મહાશિબીર કરાશે.

આ શિબીરમાં 10,000 યોગીઓ સાથે યોગ કરાશે. સમગ્ર ગુજરાતમાં જૂનાગઢનો રેકોર્ડ થાય તે માટે આ પ્રયાસ કરાઇ રહ્યો છે. આ માટે ઘર ઘર,સંસ્થાઓ, સ્કૂલો, કચેરીઓમાં જઇ લોકો જોડાય તે માટે લોક સંપર્ક અભિયાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...