રજૂઆત:ખરાબ રસ્તા મુદ્દે રવિવારે રસ્તા રોકો આંદોલન થશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે સંસ્થાઓએ લોકોને જોડાવા અપીલ કરી

જૂનાગઢના મધુરમ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ રોડનું ભારે ધોવાણ થઇ ગયું છે. આવા ખાડા અંગે દિવ્ય ભાસ્કરે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ એનજીઓ મેદાનમાં આવ્યા છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતી અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. આગામી રવિવાર 12 જૂલાઇના રોજ સવારે 10 વાગ્યે મધુરમ બાયપાસ સ્થિત કાળવાના પુલ પાસે દેખાવો સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જૂનાગઢની જનતાને પણ જોડાવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જણાવાયું છે કે, કયાં સુધી મુંગા મોઢે સહન કરતા રહીશું? પદાધિકારીઓને માત્ર હાર જ પહેરાવીશું કે હક્ક પણ માંગીશું? ત્યારે પોતાનો હક્ક માટે લડવા તૈયાર હોય તેવા નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...