તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વેરાવળમાં હોળીના પર્વ પર થતા ભૈરવનાથ દર્શન અને ઉજવણીનું સાદગીપૂર્ણ આયોજન થશે

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભીડ એકત્ર ના થાય તેની તકેદારી રાખવામા આવશે

વેરાવળ શહેરમાં દર વર્ષે ભોય સમાજ દ્વારા ઉજવાતો હોલીકા ઉત્સવ આ વર્ષે વર્તમાન કોરોના મહામારીની વકરતી પરિસ્થિતિને ધ્યાને રાખી સાદગીપૂર્ણ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ વર્ષે ભૈરવનાથની મુર્તિ નિર્માણ અને વિસર્જનનો કાર્યક્રમમાં સીમીત સંખ્યામાં લોકોની હાજરી સાથે રાખવાનું આયોજન કરાયેલ છે.

આ અંગે વેરાવળ ભોય સમાજના પ્રમુખ જયેશભાઇ ડોલરીયાએ જણાવેલ કે, આગામી દિવસોમાં ફાગણમાસમાં હોલીકા ઉત્સવનો તહેવાર આવી રહેલ છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે વધુ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તે માટે ઉત્સવ સાદગીપૂર્ણ રીતે સરકારની ગાઇડ લાઇન મુજબ ઉજવવામાં આવશે. ફાગણ માસના શુકલપક્ષની પૂર્ણીમાંના દિને ભગવાન શ્રી કાલભૈરવ (ભૈરવનાથ) ની ભવ્ય મુર્તી બનાવવામાં આવતી હોય અને સમગ્ર હીન્દુ સમાજના લોકો આ કાલભૈરવના દર્શન માટે મોટી સંખ્યામાં આવતા હોય છે.

પરંતુ આ વર્ષે હાલના સંજોગોને ધ્યાને લઇ દર્શનાર્થે આવતા તમામ લોકોએ માસ્ક તથા સેનીટાઇઝર અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ફરજીયાત કરાવવામાં આવશે. ધુળેટીના દિને ભૈરવનાથ ભગવાનની મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ પણ મર્યાદિત લોકોની હાજરીમાં રાખવાનું આયોજન કરેલ છે. ઉજવણીના સ્થળ શારદા સોસાયટીમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર ન થાય તે માટે ખાસ સ્વયંસેવકો રાખવામાં આવશે. જે લોકો પાસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવશે. આ ઉજવણીમાં શહેરીજનો સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમનું અનુકરણ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો