હાલાકી:આઝાદ ચોક પોસ્ટ ઓફિસની છતમાં મસમોટા ગાબડા પડ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારો અને કર્મીઓ માથે અકસ્માતનું જોખમ

જૂનાગઢ શહેરની આઝાદ ચોક સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસની છતમાં મસમોટા ગાબડા પડ્યા છે. ત્યારે આ છત અરજદારો અને કર્મચારીઓ માટે જોખમરૂપ હોય તેને રિપેર કરવા માંગ ઉઠી છે. આ અંગે મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતીએ આઝાદ ચોક પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે, પોસ્ટ ઓફિસની મુખ્ય ગેલેરી અને વિન્ડો કાઉન્ટરની ઉપર જૂના જમાનાના નળિયા અને છત જર્જરિત થઇ ગયા છે. ચોમાસામાં તો અંદર પાણીના ધોરીયા થતા હતા. નળિયા, છતનો જર્જરિત ભાગ પડે અને અકસ્માત સર્જાય તે પહેલા છત રિપેર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...