એજ્યુકેશન:નરસિંહ યુનિવર્સિટીની પરીક્ષા ત્રીજા દિવસે ચાર કોપી કેસ થયા

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષામાં કુલ 5,369માંથી 139 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે. દરમિયાન પરીક્ષાના ત્રીજા દિવસે 4 કોપીકેસ નોંધાયા છે. જ્યારે કુલ 5,369માંથી 139 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ 22 કેન્દ્રો ઉપર અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-3 ની એમએ, એમકોમ, એમએસસી, એમઆરએસ, એમએસડબલ્યુ, એલએલબી, એલએલએમ, એમએડની પરીક્ષા લેવાઇ રહી છે.

દરમિયાન પરીક્ષાના ત્રીજા દિવસે બે સેશનમાં કુલ 5,369 વિદ્યાર્થીઓમાંથી 139 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ત્રીજા દિવસના અંતે જૂનાગઢ, ઉના, કોડીનાર તથા વેરાવળ ખાતે મળીને કુલ 4 કોપીકેસ કરવામાં આવ્યા હતાં. આમાં એમકોમ, એમએ અને, એલએલબી સેમેસ્ટ-૩માં કોપીકેસ થયા હતા. ખાસ કરીને પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવા માટે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...