પાણીની અછત:ડોળાસા પાસેનાં આદર્શ ગામ નાનાવાડા ગામે પીવાનાં પાણીની અછત ઉભી થઈ

ડોળાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને પાણી ભરવા 2 કિમી દૂર જવું પડે છે, યોગ્ય વ્યવસ્થા કરો

ડોળાસા થી 8 કી.મી.દૂર આવેલા નાનાવાડા ગામે દર વર્ષે ઉનાળા માં પાણી ની ભારે તંગી સર્જાય છે.ગામના એક કૂવા માંથી પાણી વિતરણ કરાઈ છે.પરંતુ ઉનાળાની સીઝનમાં આ કૂવામાં પાણી ડુકી જાય છે.જામવાળા ડેમ માંથી આગામ ને પાઇપ લાઇન પહોચાડવા માં આવી છે.

પણ પાણી નહિ.હકીકત જાણી ને ભારે નવાઈ લાગશે કે લાખો રૂપિયા ખર્ચે ને જામવાળા વાયા બાવા ના પીપળવા થી નાનાવાડા પાઇપ લાઇન પહોચાડવા માં આવી છે પણ પાણી અઠવાડિયા માં બે વખત અને તે પણ મર્યાદિત સમય માટે આપવામાં આવે છે.ગામલોકોએ કહ્યું હતું કે ઉનાળા માં તો જામવાળા ડેમ નું પાણી નાનાવાડા ને આપો.નવાઈ ની વાત તો એ છે.

નાનાવાડા ગામ ને એક વર્ષ પહેલાં આદર્શ ગામ જાહેર કરાયું છે .પણ આદર્શ ગામ ની મૂળ સમસ્યા સામે કોઈ નું ધ્યાન ન ગયું..? સરપંચ રતનબેન રાજાભાઈ સોસા એ હાલ તુરત જામવાળા ડેમ નું પાણી રોજ અને પૂરા દબાણ સાથે આપવા માંગ કરી છે.હાલ ગામલોકો ખાસ કરી ને મહિલાઓ પાણી માટે ને બે બે કિમી દૂર જંત્રાખડી ગામે ,ખોડીયાર મંદિરે અથવા વાડી વિસ્તાર માં પાણી ભરવા જવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...