ફરિયાદ:સરાડીયા ગામમાં લગ્નમાં બેન્ડ પાર્ટીના વિડીયો મુદ્દે માથાકૂટ થઈ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવડાનો હાથો, કોસ વડે હૂમલો થતા ઈજા, સામસામી ફરિયાદ નોંધાઈ

માણાવદર પંથકના સરાડીયા ગામે રહેતા રવિભાઈ ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રવિભાઈના સગામાં લગ્ન પ્રસંગ હોય જેમાં રવિભાઈ તેમજ ઘેલાભાઈ રામાભાઈ સારોલીયા અને પ્રવિણભાઈ મેઘાભાઈ સોલંકી બેન્ડપાર્ટી વગાડતા હોય જેનો વિડીયો રવિભાઈના મોબાઈલમાં ઉતારેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી આરોપીઓએ રવિભાઈ તેમજ તેમના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત ભરતભાઈ પર પાવડાના હાથા અને કોસ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

આ બનાવમાં ડાયા રામાભાઈ સારોલીયા, ઘેલા રામાભાઈ સારોલીયા, સુરેશ ડાયાભાઈ સારોલીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે ડાયાભાઈ રામજીભાઈ સારોલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રવિ ભરતભાઈ પરમારે ડાયાભાઈના સગાની કોઈ મહિલાઓના લગ્ન સબંધી વિડીયો ઉતારેલ હોય. જે વિડીયો ડાયાભાઈએ અન્ય જગ્યાએ નહી મોકલવાનું કહ્યું હતું. છતાં વિડીયો ફેસબુકમાં મોકલ્યો હતો. તે મુદ્દાને લઈ ડાયાભાઈ સમજાવવા ગયા હતા. અને ભરત લાખાભાઈએ નાક પર પાવડાના હાથાથી તેમજ રવિ પરમારે પથ્થરના છૂટા ઘા મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...