તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વડાલમાં રેલ્વે પ્લેટફોર્મની ઉંચાઇ વધારવા માંગ ઉઠી

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નીચા પ્લેટ ફોર્મથી વૃદ્ધો, વિકલાંગોને પડતી મુશ્કેલી
  • ભાવનગર રેલવેના ડીઆરએમને પત્ર પાઠવાયો

જૂનાગઢ નજીકના વડાલ ગામે આવેલ રેલવે પ્લેટફોર્મને ઉંચુ લેવા માટે માંગ કરાઇ છે. આ અંગે રેલવેના ભાવનગર સ્થિત ડીઆરએમને પત્ર પાઠવાયો છેે. વડાલ ગ્રામ પંચાયતની સામાજીક ન્યાય સમિતીના અધ્યક્ષ જમનભાઇ વઘેરાએ પત્રમાં જણાવ્યું છે કે, વડાલ ગામે આવેલ 10 વર્ષ પહેલા બનેલ રેલવેનું પ્લેટફોર્મ સાવ નીચું છે. જેના કારણે ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો,સગર્ભા મહિલાઓને ટ્રેનમાં ચડવા ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચા પ્લેટફોર્મના કારણે અનેક મુસાફરોને ચડવા ઉતરવામાં તકલીફ પડતી હોય તેઓને ટ્રેનમાં ચડવા ઉતરવા જૂનાગઢ સુધી જવું પડે છે. વડાલના આ રેલવે સ્ટેશને વડાલ આજુબાજુના 10 ગામોના લોકો મુસાફરી માટે આવે છે. વડાલમાં વૃદ્ધાશ્રમ આવેલ છે તેમજ માખીયાળા ગામે વિકલાંગ દિકરીઓની સંસ્થા છે. હાલ કોરોના મહામારીના કારણે ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન બંધ હોય તેમજ જૂનાગઢ રેલવે ટ્રેકનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારે વડાલ રેલવે પ્લેટફોર્મને ઉંચું લેવાની કામગીરી કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...