તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બાબરા તાલુકાના કોટડાપીઠામાં તાઉતેના 17 દિવસ બાદ પણ વાડી વિસ્તારમાં લાઈટ નથી

કોટડાપીઠા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ડીઝલ એન્જિનની મદદથી પશુ માટે પાણીની વ્યવસ્થા કરવા મજબૂર

બાબરા તાલુકાના કોટડાપીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાના 17 દિવસ બાદ પણ વાડી વિસ્તારનો વીજ પુરવઠો કાર્યરત થયો નથી. જેના કારણે લોકોની હાડમારી વધી છે. અહીં લોકો ડીઝલ એન્જિનની મદદથી પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા મજબુર બન્યા છે. બાબરા તાલુકાના વાવાઝોડાએ ભારે તબાહી વેરી હતી. અહીં ગામડાઓમાં વાડી વિસ્તારમાં અનેક વિજપોલ ધરાશાયી થયા હતા. પણ વીજ તંત્ર કોટડાપીઠા સહિતના ગામડાઓમાં વાવાઝોડાના 17 દિવસ બાદ પણ વીજપુરવઠો કાર્યરત કરવામાં નિષ્ફળ નિવડયુ છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ક્યારે શરૂ થશે. તેવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

કોટડાપીઠા સહિતના ગામોમાં તંત્ર વીજ પુરવઠો શરૂ કરવામાં વામણું સાબિત થયું છે. જેના કારણે ખેડૂતોએ બંધ પડેલ ડીઝલ એન્જિન રીપેરીંગ કરી પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા મજબૂર બન્યા છે. તેમજ આગોતરૂ વાવેતર કરનાર ખેડૂતોનો ઉભો પાક પાણી વગર વલખા મારી રહ્યો છે. વીજ વિભાગની બેદરકારીના કારણે વાવાઝોડાથી બચેલો પાક પણ નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...