કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપા મંદિરને ધ્યાને લઇ તમામ લોકલ, એક્સપ્રેસ બસને સ્ટોપ અપાયો હતો. જેમને આશરે 2 વર્ષનો સમય વીતી ગયો છે. છતાં હજુ અનેક બસ માણેકવાડામાં ઉભી રાખવામાં આવતી નથી. અને કહેવાય છે કે મશીનમાં સ્ટોપ એડ નથી થયો. તો અમે મુસાફરને ત્યાં કેમ ઉતારીએ કંડકટરો પણ સાચા જ છે. પરંતુ ઉચ્ચકચેરીએથી માત્ર કાગળ પર જ પરિપત્ર જાહેર કરી દીધો પણ નિયમ અનુસાર જે સ્ટોપ સિસ્ટમમાં ચઢવા જોઈએ એ કામ તો થયું જ નથી કે છું.
જો કે અમુક એક્સપ્રેસ બસમાં સ્ટોપ બતાવે છે જે બસ ઉભી પણ રાખવામાં આવે છે. પણ માત્ર 10 ટકામાં જ તો અન્ય ડેપો દ્રારા કેમ આ પરિપત્રની અમલવારી થતી નથી ક્યારે થશે કે પછી આ પરિપત્ર માત્ર કાગળના સ્વરૂપમાં જ રહી જશે ? તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.
શું કહે છે ડેપો મેનેજર ?
આ અંગે વેરાવળ, ઊના, માંગરોળ સહિતના એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજરોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને કહ્યું હતું કે માણેકવાડામાં એક્સપ્રેસનો સ્ટોપ છે જ અને બસ ઉભી રાખવા પણ સૂચનાઓ આપી દેવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.