તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:જૂનાગઢમાં રેમડેસિવીર ઇન્જેકશનની તંગી સર્જાઇ

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ઇન્જેકશન મેળવવા અનેક લોકોને થતી હડિયાપટ્ટી

જૂનાગઢ શહેરમાં કોરોનાએ ફરી સ્પિડ પકડી છે. દરરોજ આવતા કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બીજી તરફ શહેરમાં રેમડેસિવીર ઇન્જેકશનની તંગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઇન્જેકશન મળતા ન હોય દર્દીના સગા વ્હાલાને ભારે હડીયાપટ્ટી થઇ રહી છે. ત્યારે આ મામલે વહિવટી તંત્ર તપાસ કરી સત્વરે યોગ્ય કરે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

કોરોના પોઝિટીવ દર્દીની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેકશન આપવામાં આવે છે. જોકે, જૂનાગઢ શહેરમાં રેમડેસિવીર ઇન્જેકશનની જ તંગી હોવાનું જાણવા મળી રહ્યું છે. અનેક લોકોએ જણાવ્યું હતું કે, રેમડેસિવીર ઇન્જેકશન મેળવવા માટે દર્દીના સગા વ્હાલાને ભારે હડિયાપટ્ટી થઇ રહી છે. દરમિયાન લોકોમાં એવું પણ કહેવાઇ રહ્યું છે મેડીકલ સ્ટોરમાં પણ ઇન્જેકશન મળતા નથી. ત્યાંથી એવું કહેવાય છે કે, માત્ર કોવિડ સેન્ટરોને જ રેમડેસિવીર ઇન્જેકશન અપાયા છે. ત્યારે અન્ય સ્થળે સારવાર લેતા દર્દીનું શું? દરમિયાન તંત્રએ આ મામલે તપાસ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો