તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Theft Took Place At Two Places In Junagadh Panth, The Family Was Sleeping In Sukhnath Chowk And The Smugglers Stole Rs. 31 Thousand Votes Were Stolen

ચોરી:જૂનાગઢ પંથકમાં બે સ્થળે ચોરી, સુખનાથ ચોકમાં પરિવાર સુતો રહ્યો અને તસ્કરો રૂ. 31 હજારની મતા ચોરી ગયા

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝરીયાવાડા ગામે તસ્કરો 35 હજારના બિયારણનો જથ્થો ચોરી ગયા

જૂનાગઢના સુખનાથ ચોકમાં એક નિંદ્રાધીન પરિવારના ઘરમાં તથા દુકાનમાં તસ્કરોએ ત્રાટકી રોકડ તથા દાગીના મળી કુલ રૂ.31 હજારના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે પંથકના ઝરીયાવાડા ગામે બિયારણ ચોરી ગયાની પણ ફરીયાદ નોંધાઈ છે.

આ બંન્ને ચોરીની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ શહેરના સુખનાથ ચોકમાં વૃધ્ધ નિકેતન સામે રહેતા અને પાન-માવા સોડાની દુકાન ધરાવતા સીબા ઉંમર યુનુસભાઈનો પરિવાર રાત્રીના સુતો હતો. ત્યારે કોઈ તસ્કરોએ મકાનમાં પ્રવેશી કબાટના તાળા તોડી સોનાની બુટી, દાણા તથા રોકડા રૂ.13 હજાર તેમજ દુકાનના ગલ્લામાંથી રૂ.509 રોકડા મળી કુલ રૂ.31 હજારના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતાં. આ બનાવની સવારે જાણ થતા પરિવારજનો ચોંકી ઉઠયા હતાં. આ અંગે એ ડીવીઝન પોલીસમાં સીબા ઉંમરે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી ચોરીમાં તસ્કરો તાલુકાના ઝરીયાવાળા ગામે અરજણ રાઘવ શામળાની ગામની સીમમાં આવેલી પોતાની વાડીની ઓરડીમાં રાખેલા રૂ.35 હજારની કિંમતના મગફળીના બિયારણની ચોરી કરી ફરાર થયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...