તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પીશોરીવાડામાં કાજીના ઘરમાંથી 4 લાખની ચોરી

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નમાઝ પઢવા ગયા અને તસ્કરો ત્રાટક્યા

જૂનાગઢના પીશોરીવાડા મસ્જીદની પાછળ રહેતા અને વાહનની લે-વેચનો ધંધો તેમજ કાજીનું કામ કરતા યુવાને પોતાના ઘરમાંથી 4 લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ એક શખ્સ સામે નોંધાવી છે. જૂનાગઢના પીશોરીવાડામાં રહેતા અલીમહંમદ નુરમહંમદ ઠેબા (ઉ. 38) વાહનની લે-વેચનો ધંધો કરવા સાથે લગ્ન કરાવવાનું કાજીનું કામ પણ કરે છે. તેઓ ગત તા. 8 માર્ચે સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં મસ્જીદમાં નમાઝ પઢવા ગયા હતા.

પોણા આઠેક વાગ્યે પરત આવતાં તેમણે ઘરની પાછળની બારીના સળિયા વળેલા અને તૂટેલા તેમજ ઘરમાંથી રૂ. 4 લાખની રોકડ ચોરાયાનું માલુમ પડ્યું હતું. આસપાસના લોકોને ખબર પડતાં પાડોશીએ તેમના ઘરની પાછળથી સાહીદ મુસ્તાકભાઇ એક લાલ કલરની થેલી અને સફેદ કપડામાં લઇ જતો દેખાયાનું જણાવ્યું હતું. અલીમહંમદભાઇએ સાહીદને પૂછતાં પોતે ચોરી ન કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, અગાઉ પણ સાહીદે અલીમહંમદભાઇની રીક્ષાની ચોરી કર્યાનું અને બાદમાં મળી જતાં ફરિયાદ ન કરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...