તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઝરિયાવાડાની સીમમાંથી મગફળીનાં બિયારણની ચોરી

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાનાં ઝરીયાવાડા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રાખેલા મગફળીનાં બિયારણની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવની મળતી વિગત મુજબ માંગરોળ તાલુકાનાં ઝરીયાવાડા ગામે રહેતા અરજણભાઇ રાધવભાઇ શામળા ગામની સીમમાં જમીન વાવે છે, તે જમીનમાં એક ઓરડી આવેલી છે. આ ઓરડીમાં મગફળીનું બે બેરલ બિયારણ રાખ્યું હતું. અજાણ્યા શખ્સે ઓરડીનું તાળુ તોડી અંદર રાખેલું મગફળીનું બિયારણ કિંમત રૂપિયા 35,000ની ચોરી કરી ગયા હતાં. આ અંગે શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની તપાસ પીએસઆઇ વી.કે. ઉજીયા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...