ક્રાઇમ:મજેવડી ગામની વાડીમાંથી ડ્રીપ નળીની ચોરી

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ નજીકના મજેવડી ગામની સીમમાં આવેલ વાડીમાં કોઇ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી વાડીમાં પડેલ ડ્રીપ નળીની ચોરી કરી ગયો હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ મજેવડી ગામે રહેતા વિજયભાઇ કાળુભાઇ વાગડીયાની વાડીમાં કોઇ અજાણ્યા શખ્સ પ્રવેશ કરી વાડીમાં પડેલ ડ્રીપ નળી બે કિંમત રૂપિયા 5000ની ચોરી કરી ગયો હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ આર.એ.બાબરીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...