તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શીલના GODCમાંથી કોપરના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શટરના ઉપરના ભાગે રહેતી જગ્યામાંથી પ્રવેશ કરી ચોરી કરતા હતા
 • પોલીસે 2 સગીરને પકડી 2,95,105નો મુદ્દામાલ કબ્જે કર્યો

શીલ જીઆઇડીસીમાંથી થયેલ કોપરના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. શીલ પોલીસે 2,95,105 નો મુદ્દામાલ રિકવર કરી 2 સગીરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીના ગુનાને શોધી કાઢવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને માંગરોળ ડીવાયએસપી જે. ડી. પુરોહિતના માર્ગદર્શનમાં શીલ પોલીસે તપાસ તેજ કરી હતી. દરમિયાન શીલ જીઆઇડીસીમાંથી 650 કિલો કોપરના વાયર કિંમત રૂપિયા 3,57,500ની ચોરી થઇ હતી.

બાદમાં પીએસઆઇ વી.કે. ઉંજીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી 2 સગીરને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં સગીરે જણાવ્યું હતું કે, ગોડાઉનમાં શટરના ઉપરના ભાગે રહેતી જગ્યામાંથી પ્રવેશ કરી કોપરના વાયરની ચોરી કરી હતી. જ્યારે અન્ય આરોપીની પણ ચોરીમાં સંડોવણી હોવાનું કબુલ્યું હતું. જ્યારે અન્ય 3 શખ્સો ચોરીનો માલ હોવાની ખબર હોવા છત્તાં માલની ખરીદી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો