તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી ધંધા માટે અમદાવાદના શખ્સને આપેલ રૂ.70 હજાર પરત માંગતા ધમકી મળી

વેરાવળ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા શખ્સે વેરાવળના યુવાનને છેતર્યો

વેરાવળ તાલુકાના ઉંબા ગામે રહેતા યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ અમદાવાદના બાવળા વિસ્તારમાં રહેતા શખ્સ સાથે ધંધો કરવા માટે રૂ.70 હજાર જેવી રકમ આપેલી અને રકમ પરત મેળવવા અંગે ફોન કરતા બિભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.

ન્યુ અવાજ કોળી ક્રાંતી સેના ચલાવતો હોવાનું જણાવી ભેરવ્યો

પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉંબા ગામે રહેતો પરેશ લાખાભાઇ જોરા ઉ.વ.26 નામના યુવાનને સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદના બાવળા વિસ્તારમાં રહેતા રણજીત સોલંકી નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો. જેમાં રણજીતે ન્યુ અવાજ કોળી ક્રાંતી સેના ચલાવતો હોવાનું જણાવી વેરાવળ તાલુકાના પ્રમુખ તરીકે કામગીરી કરવા જાણ કરેલી હતી.

બિભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્યારબાદ મારી પાસે ધંધાની લાઇન છે. તું રોકાણ કરીશ તો દર મહિને આવક થશે તેવી વાત કરતા ગત 10 ઓક્ટોબર 2020ના એચ.ડી.એફ.સી. બેંકમાંથી રૂ.50 હજાર તેમજ દશ-દશ હજાર બે વખત મળી કુલ રૂ.70 હજાર રણજીતને મોકલાવેલ હતા. અને તેના દ્વારા માસીક આવક પેટે રૂ.આઠ હજાર આવેલ તે પછી કોઇ રૂપીયા ન આવતા અવાર નવાર ફોન કરતા રૂપીયા આપેલ નહિં અને મો.નં. 9624307840 માંથી ફોન કરી રૂપીયા નથી આપવા તારાથી થાય તે કરી લેજે. તેમ કહી બિભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વધુ તપાસ હે.કો. વિશાલકુમાર ગળચરે હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો