તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:ખોરાસાના યુવાનોએ પોકેટમની બચાવી વૃક્ષારોપણ કર્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષ દીઠ 400 ના ખર્ચ માટે 50 હજાર એકત્રિત કરવામાં આવ્યા, 600 વૃક્ષનો લક્ષ્યાંક

વંથલી તાલુકાના ખોરાસા (આહીર) માં તિરૂપતી યુથ ક્લબના યુવાનો ધોમધખતા તાપમાં ખાડા ખોદી વૃક્ષારોપણ કરે છે. આ યુવાનોની આર્થિક સ્થિતી ખુબ સામાન્ય છે. પણ તેઓએ પોતાની પોકેટમની બચાવીને આ કામ માટે ફાળો એકઠો કર્યો છે.

વંથલી તાલુકાના ખોરાસામાં જ્યાં તિરૂપતી મંદિર આવેલું છે ત્યાંના યુવાનોએ ફાળો એકઠો કરીને વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ તેમના અભિયાનની શરૂઆત ખુબજ નાના પાયે કરી હતી. આ યુવાનોએ સૌપ્રથમ ચકલીના માળા બનાવી તેનું વિતરણ કર્યું, પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવી તેનું પણ વિતરણ કર્યું. બાદમાં તેઓએ ગામની શેરી ગલીઓમાં, જાહેર જગ્યાઓ, ઉકરડા તેમજ ગટરમાંથી પ્લાસ્ટીક એકત્ર કરી તેનો નાશ કરી ખોરાસાને પ્લાસ્ટીક મુક્ત કર્યું.

વૃક્ષો વાવીને તેની જાળવણી માટે લોખંડની જાળી ફરજીયાત હતી. તેઓએ રૂા. 350 માં એક જાળી બનાવી. આ રકમ માટે તેઓએ પોતપોતાને દર મહિને મળતી પોકેટ મનીના 100-100 રૂપિયા બચાવી ભંડોળ એકઠું કર્યુ. એ રીતે 50 હજારથી વધુ ભંડોળ એકઠું કર્યા બાદ તેઓને ગામના આગેવાનોનો પણ સાથ મળ્યો.

પ્રત્યેક વૃક્ષ વાવવા જાળી સહિતનો ખર્ચ રૂા. 400 થાય છે. જેમાં લીમડા, વડલા, પીપળા, બોરસલ્લી સહિત 300 વૃક્ષો તો વાવી પણ દીધા છે. હજુ વધુ 300 વૃક્ષો વાવવાના છે. ખોરાસાના બટુકબાપા ચાવડા પાસેથી આ યુવાનોએ પ્રેરણા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...