ક્રાઈમ:મોબાઈલ સ્ટેટ્સમાં રસ્તાના કાગળ મૂકવા મુદ્દે યુવાન પર પાઈપ ઝીંકયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વંથલી દિલાવર નગરમાં મહિલા સાથે ઝપાઝપી કર્યા બાદ માર માર્યો

વંથલી પંથકના કણજા ગામે મોબાઈલ માં રસ્તાના કાગળો મુકવાની કોઈ વાત મુદ્દે યુવાન પર હુમલો થયો હતો.જ્યારે વંથલીમાં મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,વંથલી પંથકના કણજા ગામે રહેતાં શરીફભાઈ જાફરભાઈ સોઢાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,શરીફભાઈ બજારમાં જતો હતો ત્યારે જાવીદ હુસેનભાઈ સોઢા,મજીદ હુસેનભાઈ સોઢા અને રાયમલ જમાલભાઈએ કહ્યું હતું કે તારા ભાઈ અબુએ રસ્તાના કાગળો મોબાઈલ સ્ટેટ્સમાં રાખ્યાં છે.બાદમાં ગાળો ભાંડી હતી.અને જાવીદે શરીફ પર પાઇપ વડે હુમલો કર્યો હતો.તેમજ અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.જેથી આ ત્રણેય વિરૂદ્ધ વંથલી પોલીસમાં ફરિયાદ દાખલ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં વંથલીના દિલાવર નગરમાં રહેતાં જુબેદાબેન કરીમભાઈ લાડકે નોંધાવેલી ફરિયાદ મુજબ,ચિભડો શેરીયો લાડક રહે.શાપુર વાળા સાથે અગાઉ માથાકુટ થઈ હોય જેથી આ શખ્સે જુબેદાબેનના ઘર પાસે આવી જુબેદાબેન અને સલીમભાઈને ગાળો ભાંડી હતી અને આ મહિલા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.વંથલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...