જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કરે તે પહેલા એન્ટિ રોમિયો સ્કવોર્ડે યુવાનને બચાવી લીધો હતો. રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર,એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રજા કલ્યાણના કામો કરવા સૂચના અપાઇ હતી. દરમિયાન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડ દ્વારા વિલીંગ્ડન ડેમ સાઇટ પર પેટ્રોલીંગ કરાઇ રહ્યું હતું.
દરમિયાન એક છોકરો કોઇને ફોનમાં કહી રહ્યો હતો કે, જીંદગીથી કંટાળી ગયો છું,આ છેલ્લો ફોન છે તેમ કહી ડેમની રેલીંગ પરથી કૂદવાની તૈયારી કરતો હતો. જોકે, યુવાન આપઘાત કરે તે પહેલા એન્ટી રોમિયો સ્ક્વોર્ડે બચાવી લીધો હતો. તપાસ દરમિયાન યુવાનનું નામ કેવિન નંદલાલ ડોબરીયા(ગામ ચોકી) હોવાનું અને માતા, પિતાએ ઠપકો આપતા આ પગલું ભરતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએયુવાનને હિંમ્મત આપી હતી કે, જીંદગી એકવાર મળે છે,સંજોગો સામે હારવાનું ન હોય લડવાનું હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.