અકસ્માત:66 કેવી નજીક ટ્રેન હડફેટે યુવાનનું મોત નિપજ્યું, માથા અને હાથના ભાગે ઇજા પહોંચી હતી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ

જૂનાગઢમાં 66 કેવી ફાટક નજીક એક યુવાનનું ટ્રેન હડફેટે મોત થતા પરિવારજનો શોકમાં ગરક થઈ ગયા હતા. પોલીસે આ બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ, જૂનાગઢમાં ભારત મિલ પાછળ મજેવડી દરવાજા પાસે રહેતાં નજીરખાન દાઉદખાન પઠાણની માનસિક સ્થિતિ બરાબર ન હોય જેથી નજીરખાન અજાણતા 66 કેવી રેલવે ફાટક નજીક પાટા પાસે પહોંચી ગયા હતા. અને ટ્રેન હડફેટે આવી જતા માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને તેમનું મોત થયું હતું. આ બનાવને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...