તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શાકભાજી યાર્ડમાં રીંગણા વેચવા બાબતે યુવાનને માર માર્યો

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેંસાણ તાલુકાના પસવાડા ગામનો એક યુવાન જૂનાગઢના શાકભાજી યાર્ડમાં રીંગણા વેચવા આવ્યો હતો. તેને 4 શખ્સોએ માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભેંસાણ તાલુકાના પસવાડા ગામના અમરસીંહ જુવાનસીંહ ભાટી (ઉ. 23) એ જૂનાગઢના ફેજાન ફીરોજભાઈ, રમેશ, રામદેવ રમેશભાઈ અને કાલુ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છેકે, તા. 14 સપ્ટે.ના રોજ વ્હેલી પરોઢે 3 વાગ્યે પોતે જૂનાગઢ યાર્ડમાં રીંગણા વેચવા આવ્યો ત્યારે ચારેયએ તેની સાથે વેપાર બાબતે માથાકૂટ કરી માર માર્યો હતો. બનાવ અંગે અમરસીંહે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...