છેતરપીંડી:અકાળા ગામના યુવાને રૂપિયા મિત્રને આપ્યાં'ને 48 હજારનો ધુમ્બો લાગ્યો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 20 હજારની રકમ પરત પણ આપી દીધી'તી
  • ચેક આપ્યાં જે બેંકમાં નાંખતા જ રિટર્ન થયાને મામલો પોલીસ મથકે પહોંચ્યો

જૂનાગઢ શહેરમાં રહેતાં એક યુવાને તેમના મિત્રને નાણાં આપ્યાં હતાં તેમના બદલામાં ચેક આપ્યા હોય જે રિટર્ન થતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો અને અંતે છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,મુળ માળીયા પંથકના અકાળા ગામના અને હાલ જૂનાગઢ શહેરમાં રહેતાં કિર્તીકુમાર ચંદુભાઈ રૂપાપરાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,જૂનાગઢમાં જ રહેતો કેતન જિતેન્દ્રભાઈ સોલંકી મિત્ર હોય અને કેતને કિર્તીકુમારને વિશ્વાસમાં લઈ અલગ અલગ સમયે કુલ રૂ.68,050 મેળવી લીધા હતા તેમના બદલામાં ચેક આપ્યાં હતાં.

જો કે કિર્તીભાઈએ ચેક બેંકમાં નાંખતા તે રિટર્ન થયા હતા અને 20 હજાર કેતને આપ્યા હતા અને રૂ.48,050 ન આપી વિશ્વાસઘાત કર્યો હતો અને છેતરપીંડી થયાની જાણ થતાં જ કિર્તી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં મિત્ર કેતન વિરૂદ્ધ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...