દુર્ઘટના:પાણી વાળતી વેળાએ વીજશોક લાગતા યુવાનનું મોત નિપજ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામનો બનાવો
  • પરિવારજનોમાં​​​​​​​ શોક, ઘઉંના પાકને પાણી આપી રહ્યાં'તા

રવિપાકની સિઝન ચાલી રહી હોય જેથી ખેડૂતો આ પાકને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરી રહ્યાં છે. ત્યારે જ પાણી વાળતી વેળાએ એક યુવાનનું વિજશોકથી મોત થયાનો બનાવ બનવા પામ્યો છે. મેંદરડા પંથકના ડેડકીયાળી ગામે રહેતાં એક યુવાન વાળીએ ઘઉંમાં પાણી વાળી રહ્યાં હતાં. ત્યારે વિજશોક લાગતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે. અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ, મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામે રહેતા પંકજભાઈ હરસુખ હિરપરા (ઉ.વ 29) ચંદુભાઈ પાંચાભાઈ કોરાટની વાડીએ ઘઉંમાં પાણી વાળવા માટે ગયા હોય એ દરમ્યાન ઇલેક્ટ્રીક શોક લાગતા પંકજભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...