તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:યાર્ડમાં 18 મે સુધી લોકડાઉન, 33 દિવસ કામગીરી ઠપ્પ થશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને જણસી ન લાવવા અપીલ, શાકભાજી, ફ્રૂટ યાર્ડ ચાલુ

કોરોના મહામારી બેકાબુ બનતા રાજ્ય સરકારે 18 મે સુધી રાત્રી કફર્યૂ અને મિની લોકડાઉન લંબાવ્યું છે. ત્યારે જૂનાગઢના દોલતપરા ખાતે આવેલા યાર્ડમાં પણ 18 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે 18 મે સુધી મુખ્ય અનાજ કઠોળ માર્કેટીંગ યાર્ડમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કર્યું છે. કોરોના મહામારીથી બચવા માટે રાજ્ય સરકારે 18 મે સુધી મિની લોકડાઉન અને રાત્રી કફર્યૂ લંબાવ્યો છે ત્યારે તેને અનુસંધાને માર્કેટીંગ યાર્ડમાં 18 મે સુધી તમામ જણસીની આવક અને વેપારી કામકાજ સદંતર બંધ રહેશે. જ્યારે શાકભાજી, ફળફળાદી સબયાર્ડ આવશ્યક ચિજવસ્તુના કારણે ચાલુ રહેશે.

જોકે, તેમાં પણ દરેકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે તેમ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું છે. દરમિયાન આ સતત છઠ્ઠી વખત યાર્ડમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું હોય યાર્ડની કામગીરી સતત 33 દિવસ સુધી ઠપ્પ રહેશે. આમ, 16 થી 18 એપ્રિલના 3 દિ, 19 થી 25 એપ્રિલના 7 દિ, 26 થી 30 એપ્રિલના 5 દિ, 1 થી મેના 5 દિ, 6 થી 12 મેના 7 દિ અને 13 થી 18ના 6 દિવસ મળી કુલ 33 દિવસ સુધી યાર્ડની કામગીરી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...