મુલ્યાંકન:કૃષિ યુનિ.માં ચાલતી વિશ્વસ્તરની યોજનાઓનું મૂલ્યાંકન કરાયું

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ બેન્ક, આઇસીએઆરની ટીમ કૃષિ.યુનિ.ની મુલાકાતે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વર્લ્ડ બેન્ક અને આઇસીએઆરની ટીમે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન યુનિવર્સિટીમાં ચાલતી વિશ્વસ્તરની યોજનાનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અનુસ્નાતક વિદ્યાર્થીની વિવિધ પ્રવૃતિ, ઉચ્ચ કૃષિ શિક્ષણ માટે વિકસાવેલ આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સની અદ્યતન લેબોરેટરી,તેમાં રહેલા સાધનોનું મુલ્યાંકન કરાયું હતું.

આ ઉપરાંત કૃષિ પ્રોજેક્ટના સફળતા પૂર્વકના અમલીકરણ માટે કૃષિ યુનિ. દેશમાં સતત ત્રણ વર્ષથી પ્રથમક્રમે આવેલ હોય તેનાથી કમિટીના સભ્યોને અવગત કરાયા હતા. જ્યારે 2021 અને 2022માટે મળેલ ફાઇવ સ્ટાર રેટીંગ, શૈક્ષણિક સંસ્થા, ઉદ્યોગ સાથે કરેલ 11 એમઓયુ, 200 જેટલા રાષ્ટ્રિય સેમિનારનું ઓનલાઇન અને ઓફલાઇન કરાયેલ આયોજન જેમાં 32,000 વિદ્યાર્થીઓ, 3,500 અધ્યાપકો અને 4,500 અન્ય લોકો જોડાયા હતા તેની જાણકારી અપાઇ હતી. સાથે જેએયુ મિત્ર મોબાઇલ એપ્લીકેશન, 3 વિદ્યાર્થીને મળેલ ડ્રોનના લાયસન્સ, અત્યાર સુધીમાં કુલ 57 વિદ્યાર્થીઓએ મેળવેલી આંતરરાષ્ટ્રિય તાલીમ અને પ્રોજેક્ટ બાદ ઉદ્યોગ સાહસિક બનેલ 9 વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરાયો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ ડો. વી.પી.ચોવટિયાના માર્ગદર્શનમાં ડો.એચ.એમ. ગાજીપરા,પ્રો.ડો. નરેન્દ્રભાઇ ગોન્ટિયા, ડો. એસ.જી. સાવલીયા, ડો. પી. એમ. ચૌહાણ, ડો. પી. મોહનત, ડો. સી.કે.પટેલ,ડો. આર.એમ. સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. સ્વામિનાથન દ્વારા કરાયું હોવાનું સંજયભાઇ પી. ચોલેરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...