તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો વિરોધ:મહિલાઓએ રસ્તામાં ચૂલા રાખી રોટલા બનાવ્યા, પાણીમાં શાક વઘાર્યું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા કાર્યકર્તાઓએ ગેસના બદલે ચુલા પર રોટલા બનાવી વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
મહિલા કાર્યકર્તાઓએ ગેસના બદલે ચુલા પર રોટલા બનાવી વિરોધ કર્યો હતો.
  • મોંઘવારીને લઇ જૂનાગઢ મહિલા કોંગ્રેસનો અનોખો વિરોધ
  • રાંધણ ગેસ, પેટ્રોલ, ડિઝલ, જીવન જરૂરિ ચીજોના ભાવ ઘટાડવા માંગ

દેશમાં કુદકેને ભૂસકે મોંઘવારી વધી રહી છે જેના પરિણામે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ભાવ વધારાના વિરોધમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતીના જૂનાગઢ શહેરના કાર્યકારી પ્રમુખ શારદાબેન કથિરીયાની આગેવાનીમાં નવતર વિરોધ કારાયો હતો.

આ તકે મહિલાઓ શહેરના જોષીપરા સ્થિત પાદર ચોકમાં એકઠી થઇ હતી. અહિં મહિલાઓએ રસ્તામાં ચૂલા રાખી રોટલા બનાવ્યા હતા તેમજ પાણીમાં શાક વઘાર્યું હતું. આ તકે શારદાબેન કથિરીયાએ જણાવ્યું હતું કે, ભાવ વધારાના કારણે લોકો રસ્તા પર આવી ગયા છે તે દર્શાવવા અમે જાહેર રસ્તામાં આ કાર્યક્રમ કર્યો છે. ગેસના ભાવ વધતા ચૂલા પર રોટલા બનાવ્યા છે. વળી તેલના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય લોકોના માટે તેલ દુર્લભ બન્યું હોય તેલના બદલે પાણીમાં શાક વઘાર્યું હતું.

આ સાથે રાંધણ ગેસના બાટલા લઇ થયેલા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. હાલ પેટ્રોલ, ડિઝલ, રાંઘણ ગેસ, તેલ તેમજ જીવન જરૂરિયાતની તમામ ચિજ વસ્તુના થયેલા ભાવ વધારાનો વિરોધ કરી ભાવ ઘટાડવા માટે માંગ કરાઇ છે. આ તકે ગીતાબેન ગોંડલીયા, વર્ષાબેન લીંબડ સહિતના 10 થી વધુ મહિલા જોડાયા હોવાનું શારદાબેન કથિરીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો