વિવાદ:બાઈક સ્પીડમાં ચલાવી પાણી ઉડવા મુદ્દે મહિલાને ગાળો ભાંડી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની મહિલા પિતાના ઘરે આવી'તી, ઠપકો આપતા મામલો બીચકયો

કેશોદ પંથકના રંગપુર ગામે એક શખ્સે બાઈક ફૂલ સ્પીડમાં ચલાવી મહિલા અને અન્ય સભ્યોને પાણી ઉડાડતા આ બાબતે ઠપકો આપ્યો હતો અને મામલો બીચકયો હતો અને ગાળો ભાંડતા 2 શખ્સ સામે ફરિયાદ દાખલ થઈ હતી.આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,પોરબંદરમાં રહેતાં અંકિતાબેન યોગેન્દ્રભાઈ મકડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,અંકિતાબેન કેશોદ પંથકના રંગપુર ગામે પિતાના ઘર પાસે પોતાની ગાડીમાંથી નીચે ઉતરતા હતા.

એ સમયે બ્રિજેશ નામુભાઈ દયાતર ત્યાંથી ફૂલ સ્પીડમાં બાઈક લઈને નીકળી અંકિતાબેન અને અન્ય સભ્યોને પાણી ઉડાડતા બ્રિજેશને ધ્યાન રાખવાનું કહ્યું હતું જેથી આરોપીએ બિભસ્ત ઈશારા કરી ગાળો ભાંડી હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે.તેમજ બ્રિજેશ અને રામસિંહ ભીખુભાઈએ અંકિતા,અન્ય સભ્યોને ગાળો ભાંડી હતી જેથી આ બંન્ને વિરૂદ્ધ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.અને વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...