તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મહિલા પર દુષ્કર્મ ગુજારી બાઇક સળગાવનાર ઝડપાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારનો બનાવ
 • આરોપીની અન્ય ગુનામાં સંડોવણી મામલે તપાસ

જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતી મહિલા પર દુકર્મ કરી બાઇક સળગાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતી અને મજૂરી કરતી મહિલા પર પડોશમાં રહેતા અલતાફ અનવરભાઇ મીઠાવાળાએ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી દુષ્કર્મનો વિરોધ કરતા આરોપીએ મહિલાનું 40,000 ની કિંમતનું બાઇક પણ સળગાવી દહેશત ભર્યો માહોલ બનાવી દીધો હતો.

આ અંગે મહિલાએ એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પીઆઇ આર.જી. ચૌધરી,પીએસઆઇ વી.આર. ચાવડા અને સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે. દરમિયાન આરોપીની અન્ય કોઇ ગુનામાં સંડોવણી છે કે કેમ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો