માંગરોળના શીલમાં રહેતી મહિલાએ પોલીસ કેન્સ્ટેબલની પરીક્ષામાં ઓછા માર્કસ આવવાના હોવાથી લાગી આવતા એસીડ પી લઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળના શીલમાં રહેતા મયુરીબેન મીલનભાઈ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી ઘણા લાંબા સમયથી કરતા હતા.
તાજેતરમાં તેમણે આ પરીક્ષા આપી હોય જેમા ઓછા માર્કસ આવશે તેવા ભયથી લાગી આવતા પોતાની મેળે એસીડ પી લેતા તેમના સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મહિલાના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવમાં મીલનભાઈ કારાભાઈ ચુડાસમાએ શીલ પોલીસને જાણ કરતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.