ચોરી:મહિલા નજર ચૂકવી સોનાનાં દાગીના અને રોકડ ઉઠાવી ગઈ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગનાથ પીપળી ગામની ઘટના
  • અજાણી મહિલા વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

વિસાવદર પંથકનાં માંગનાથ પીપળી ગામે મમ્મી, દીકરીની નજર ચૂકવી કોઈ અજાણી મહિલાએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ ચોરી કરી ગઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદર પંથકનાં માંગનાથ પીપળી ગામે રહેતા બાબુભાઈ શામજીભાઈ ખૂંટનાં પત્નિ અને દિકરીની નજર ચૂકવીને કોઈ અજાણી મહિલાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરનાં કબાટમાં રાખેલ સોનાનો ચેન, સોનાની બુટી, સોનાની વીંટી-2 તથા રોકડા 10,000 મળી કુલ 19700નાં મુદ્દામાલની ચોરી કરી ગઈ હતી. જે અંગેની બાબુભાઈ અને તેના પત્નિને થતા ઘરમાં તપાસ કરતા તે મળી આવેલ ન હતા. જેથી બાબુભાઈએ અજાણી મહિલા વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...