તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પત્નીના હત્યારાને સ્ક્રીઝોફેનિયા હતો, ટ્રાયલ છેક 9 વર્ષે શરૂ થશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માંગરોળના યુવાને 2012 માં છાતીમાં છરી ખોસી પત્નીની હત્યા કરી 'તી.
  • આરોપીએ કરેલી જામીન અરજી એડી. સેશન્સ કોર્ટે ફગાવી દીધી

માંગરોળના એક યુવાને વર્ષ 2012 માં પત્નીની છાતીમાં છરી ખોસી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તે સરુના જંગલમાંથી મળી આવ્યો હતો. પણ તેની માનસિક સ્થિતી સારી ન હોઇ તે હવે સ્વસ્થ થયા બાદ તેની સામેની ટ્રાયલ 9 વર્ષે શરૂ થનાર છે.

માંગરોળના જયેશ રામજીભાઇ મોતીવરસ નામના શખ્સે વર્ષ 2012 માં પોતાની પત્નીની છાતીમાં છરી ખોસીને હત્યા કરી નાંખી હતી. બાદમાં તે સરુના જંગલમાંથી પકડાયો હતો. અને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ છેલ્લા 9 વર્ષથી જેલ હવાલે છે. જોકે, તેને સ્ક્રીઝોફેનિયા નામની માનસિક બિમારી હોઇ તેની સામેની ટ્રાયલ શરૂ કરી શકાઇ નહોતી. આથી તેની સારવાર પણ ચાલી રહી હતી.

દરમ્યાન હવે તે માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો હોવાથી તેની સામેની ટ્રાયલ શરૂ કરવાનો કેશોદના બીજા એડી. ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ ડો. સુચિત ડી. દવેએ હુકમ કર્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ દિપક ઠાકરે તેની જામીન અરજીનો વિરોધ કરતાં કોર્ટે તે ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...