તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની વાતનું મોટું સ્વરૂપ:અજાણ્યો ફોન આવવા જેવી બાબતે ઝગડો થતા પરિણીતા બે બાળકો સાથે ઘરેથી નિકળી, પરિવારનો માળો વિખેરાતા બચી ગયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બાળકો સાથે ત્રણ દિવસ સુધી અલગ-અલગ બસ અને બસ સ્ટેન્ડમાં ફરતી રહી

જૂનાગઢની એક પરિણીત મહિલાને પતિ સાથે સામાન્ય બાબતે ઝગડો થયેલો હતો. જેને લઈ પરિણીતા તેના બે બાળકો સાથે ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગયેલી હતી. જેનું 181 મહિલા હેલ્પલાઈન ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યુ છે.

પૈસા પુરા થઈ જતા મહિલા પોતાનો ફોન વેચવા ગઇ

જૂનાગઢની એક મહિલાને તેના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવવાના પ્રશ્ને પતિ-પત્નિ વચ્ચે ઝગડો થયો હતો. અને પતિએ અહીથી નિકળી જા, તું મારે નથી જોઈતી વગેરે કહેતા મહિલાને લાગી આવ્યુ હતું. જેથી પરિણીતા બે બાળકો સાથે ઘરેથી નિકળી ગઈ હતી. બાદમાં મહિલા અને બાળકો ત્રણ દિવસ સુધી અલગ-અલગ બસ અને બસ સ્ટેન્ડમાં ફરતા રહ્યાં હતાં. દરમ્યાન પૈસા પુરા થઈ જતા મહિલા પોતાનો ફોન વેચવા ચાની લારીએ ગયેલી હતી.

બે બાળકો સહિત પુરા પરિવારનું સુખદ મિલન કરાવ્યુ

ત્યારે ત્યાંથી કોઈ જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનને ફોન કરી મહિલા માટે મદદ માંગી હતી. જે અંતર્ગત જૂનાગઢ 181 હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર મિનાક્ષીબેન સોલંકી, કાઉન્સેલર ઉજાલાબેન ખાણીયા અને ડ્રાઈવર રાજેશભાઈ ગઢવીએ સ્થળ પર દોડી જઈ મહિલાનું કાઉન્સેલીંગ કરી વિગત જાણી હતી. બાદમાં તેના ઘરે લઈ ગયેલા જ્યાં તેનો પતિ પણ હાજર હોય તેનું પણ કાઉન્સેલીંગ કરી બન્નેનો સમજાવટ કરી હતી. અને બે બાળકો સહિત પુરા પરિવારનું સુખદ મિલન કરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...